પાટણમાં ભાજપની રેલીમાં પાટીદાર યુવાનોએ લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા

બુધવાર, 17 એપ્રિલ 2019 (15:00 IST)
અંબાજી નેળિયા ગામે ભાજપની જન સંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો છે. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રી કે.સી. પટેલની હાજરીમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવ્યા છે. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાયરલ થયો છે. મંગળવારે રાત્રે જ્યારે અહીંયા પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ મંત્રી કેસી પટેલની હાજરીમાં એક રેલી યોજાઈ હતી ત્યારે પાટીદાર યુવાનો દ્વારા ચોકીદાર ચોર હેના નાર લગાવવામાં આવ્યા હતા.મંગળવારે વરસાદી માહોલની વચ્ચે રાત્રે પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પાટણ લોકસભા બેઠકની જનસંપર્ક રેલી યોજાઈ હતી. રેલી જ્યારે ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદારોનું ટોળું આવી પહોચ્યું હતું અને તેમણે ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. એક તબક્કે વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિકો ભાજપના વાહનોને વિરોધ વચ્ચેથી આગળ લઈ જવાનો પ્રયાસ કરાવે છે. ઉલ્લેખનીય છે કે આ ગામ પાટીદાર અનામત આંદોલન વખતે પાટણમાં વિરોધનું એપી સેન્ટર રહ્યું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી સમયે પણ પાટીદોરની નારાજગી જોવા મળી રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર