રાજ્યના મંદિરોમાં દાનનો ધોધ, જાણો કયા મંદિરમાંથી મળ્યુ કેટલુ દાન

ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (18:45 IST)
કોરોનાના બે વર્ષના કપરા કાળમાં લોકોને સ્વાસ્થ્યથી લઈને જીવન જરૂરી વસ્તુઓ અને નોકરીને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. 
 
અંબાજી મંદિરની દાનની આવક 1.75 કરોડઃ અગાઉ અંબાજી મંદિરને દૈનિક ધોરણે સરેરાશ 20થી 25 લાખની દાનની આવક થતી હતી. જ્યારે છેલ્લા 22 દિવસમાં 1 કરોડ 71 હજાર જેટલી માતબર રકમનું દાન મળ્યું છે.
 
 સોમનાથ મંદિરની દાનની આવક 60 લાખઃ સોમનાથ મંદિરમાં દાનની રકમમાં વધારો થયો છે. ત્રીજી લહેર પહેલાં મહિને 50 લાખની આવક મળતી હતી. તે ત્રીજી લહેર દરમિયાન ઘટીને 15 લાખ પર આવી ગઈ હતી. હવે ફરીથી વધીને 60 લાખ પર પહોંચી ગયું છે.
 
-ડાકોર મંદિરની દાનની આવક 66 લાખઃ ડાકોર મંદિરમાં દાનની આવક કોરોનાના ત્રીજ લહેર દરમિયાન ઘટી ગી હતી. ત્રીજી લહેર પહેલાં મહિને 1 કરોડની આવક મળી હતી. તે ત્રીજી લહેર દરમિયાન ઘટી ગયું હતું પણ હવે ફરી વથી ફેબ્રુઆરીના 22 દિવસમાં જ 66 લાખ પર પહોંચી ગયું છે.
 
- સાળંગપુર હનુમાન મંદિરની દાનની આવક 55 લાખઃ મંદિરને સામાન્ય દિવસોમાં દર મહિને મળતા દાનની સરખામણીએ કોરોના દરમિયાન માંડ 32 ટકા દાન મળ્યું હતું. જો કે, કેસ ઘટવા સાથે છેલ્લા એક મહિનામાં દાનની રકમમાં વધારો થયો છે અને કોરોના પૂર્વેની સપાટીએ પહોંચી ગયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર