રાજકોટમાં હથિયારોના ઉત્પાદન માટેનું આ લાયસન્સ થોડા મહિના જ મળી ગયું હતું. અને ઉત્પાદન પ્રક્રિયામાં એડવાન્સ સ્ટેજે પહોંચી ગયા છીએ અને શક્ય એટલી વહેલી તકે વ્યાપારી ધોરણે ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે. પ્રીતી પટેલ રાજકોટના છે.અલબત્ત, મુંબઈમાં રહે છે.રાજકોટ અને મુંબઈ બન્ને સ્થળોએ બિઝનેસ ધરાવે છે. રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એર ક્રાફટ ગન બનાવવાના લાયસન્સ તેમની કંપનીને મળ્યા છે. કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, સીઆરપીએફ, સૈન્ય, એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને વ્યાપારીક ધોરણે હથિયારો વેચી શકશે. રાજકોટની આ કંપની હથિયારોની ટેકનોલોજીના વિશ્વની અનેક કંપનીઓ સાથે કરાર ધરાવે છે. આધુનિક હથિયારો વિકસાવવા માટે કંપની અત્યાધુનિક રીસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ પણ ધરાવે છે. રાજકોટમાં હથિયાર ફેકટરી માટે કંપની દ્વારા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરાર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રોકાણ 50 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું.