ડોક્ટરોની હડતાળને ગુજરાતની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોનું સમર્થન

શનિવાર, 17 ઑગસ્ટ 2024 (14:44 IST)
doctor strike

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે.

દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ AMAથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી. જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે. તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું હતું કે, રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં શી ટીમ મદદ કરશે.પાટણ મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે હોમિયોપેથિક, ડેન્ટલ, પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરો દ્વારા સિધવાઈ માતાજી મંદિરથી રેલી યોજી કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું અને ડોક્ટરોની સુરક્ષા માટે માગ કરી હતી. આ હડતાળમાં પાટણની ખાનગી હોસ્પિટલોના 500થી વધુ ડોક્ટરો જોડાયા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે,કોલકાત્તામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલ સજ્જ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારાઇ છે.​​​​​​​ હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરાઇ છે. ​​​​​​​જૂના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ છે. કેન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા.રાત્રે પણ પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તહેનાત છે. રાત્રે મહિલા ડોક્ટરો ઇમર્જન્સીમા જાય તો સાથે જશે. શી ટીમ રાત્રે મોડા મહિલા કર્મચારીને ઘરે જવામાં શી ટીમ મદદ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર