વેલ્ટ (WELTT) ની કામગીરીમાં સ્લમ વિસ્તારમાં વસતા બાળકોને પુસ્તકો અન્ય શૈક્ષણિક સામગ્રી અને ભોજનનુ વિતરણનો સમાવેશ થાય છે. તેઓ વંચિત અને બેરોજગાર લોકોને નોકરીલાયક બનાવવા માટે વર્કશોપ્સ યોજવાનુ કામ કરે છે. શિક્ષણ આપનાર અને ભણનારને અંગ્રેજી ભાષાની તાલિમ આપતા વેલ્ટના આઉટરીચ પ્રોગ્રામ હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન આવી અને સમાન પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, તેનો સમાજના વિવિધ વર્ગને લાભ થાય છે.
હાલમાં ડિસેમ્બરમાં હાડકાં થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે એવા કેટલાક લોકો પણ છે કે જે ઘર વગરના છે અને શહેરની ગલીઓમાં સુઈ રહેતા હોય છે. આ લોકો પાસે થીજવી દેતી ઠંડી સામે રક્ષણ માટે માત્ર પ્લાસ્ટીક શીટ , ફાટેલા ધાબળા કે શણના કોથળાનો ઉપયોગ કરે છે.