નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, “ધોલેરા-સર” એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે. તેમણે ઉમેર્યું હતું કે, ધોલેરાના ખાસ ઝોન સુધી પહોંચવા માટેના છ-માર્ગીય હાઇવેનું બાંધકામ આગળ ધપી રહ્યું છે અને ધોલેરા-સરની અંદર પણ સિમેન્ટ-કોંક્રિટના માર્ગો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.