Dhaval Acharya image source_Instagram
છેલ્લા ઘણા સમયથી જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની મંજૂરી બાદ આ નવી ટીમનું માળખું જાહેર કરાયું છે. સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે કેટલાક જૂના અનુભવી ચહેરાઓને રિપીટ કરાયા છે, તો કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
મહામંત્રી તરીકે ધવલ આચાર્ય રિપીટ
નવા માળખામાં ધવલ કાંતિલાલ આચાર્યને મહામંત્રી પદે રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કચ્છ જિલ્લાના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમની સાથે હિતેશ હિંમતલાલ ખંડોર અને ભીમજી હરજી જોધાણીને પણ મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે.
કાર્યાલય મંત્રી: હરેશ માવજીભાઇ પટેલ
સોશિયલ મીડિયા અને IT ટીમ:
ડિજિટલ યુગમાં સંગઠનની વાત લોકો સુધી પહોંચાડવા માટે ખાસ નિમણૂકો કરવામાં આવી છે:
મીડિયા વિભાગ: સાત્ત્વિકદાન મહેશભાઇ ગઢવી
આ નવી ટીમ આગામી સમયમાં કચ્છ જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યરત થશે.