ગણેશ ગોંડલ સામે દલિતોમાં રોષ ભભૂક્યો, ગોંડલ APMC અને 84 ગામ બંધ

વેબ દુનિયા ડેસ્ક

બુધવાર, 12 જૂન 2024 (12:11 IST)
Gondal APMC and 84 villages closed
જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ઘટના બની હતી. ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રોએ ફરિયાદી સંજય સોલંકીને આરોપીઓ દ્વારા ફરિયાદી સંજય સોલંકીને ગણેશ જયરાજસિંહ જાડેજાના મકાનને લઈ જઈ નગ્ન કરી આડેધડ માર મારી પિસ્તોલ જેવા હથિયાર બતાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માફી મંગાવતો વીડિયો બનાવ્યો હતો. તેમજ જો કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફોર વ્હીલ કારમાં સંજય સોલંકીને જૂનાગઢ સાબલપુર ચોકડી નજીક ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં આરોપીઓને પકડીને જે
gondal news
લ હવાલે કર્યાં હતાં. 
 
દલિત સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું
આ બનાવને પગલે સમગ્ર અનુસુચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે દલિત સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ 'ગણેશ ગોંડલ'ના સમર્થનમાં સૌરાષ્ટ્રનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલના 84 ગામો સ્વયંભુ સજ્જડ બંધ રહ્યા છે.આ બાઈક રેલી જૂનાગઢના કાળવા ચોક ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરના પૂતળાને ફુલહાર કરી પ્રસ્થાન કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઈક રેલી જૂનાગઢના કાળવા ચોક નવાગઢ ડૉ.આંબેડકર ચોક, વીરપુર હાઇવે, જામવાળી ચોકડી ગોંડલ અને ત્યારબાદ ડૉ.આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઈક રેલી પહોંચશે, જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
 
જૂનાગઢથી ગોંડલ સુધી બાઈક રેલીનું આયોજન 
આ મામલે અનુ.જાતિ સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી જૂનાગઢ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પૂતળાને ફુલહાર પહેરાવી શરૂ થશે. ત્યારબાદ બાઈક રેલી વડાલ પહોંચશે. જ્યાં પાટીદાર સમાજના લોકો આ બાઈક રેલીનું સ્વાગત કરશે. રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બાઈક રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે જૂનાગઢમાં આવી ગણેશ જાડેજા મારા દીકરાનું અપહરણ કરી તેને મારી ફરી જુનાગઢ મૂકી ગયો હતો. ત્યારે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ હવે જે ગામમાં દલિતો પર અત્યાચાર થશે ત્યાં અનુસૂચિત જાતિ સમાજ જશે અને એ ગામમાં વિરોધ કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર