વાલીઓના માથે વધુ એક બોજ, સ્કૂલ વાનમાં 200 અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો

મંગળવાર, 11 જૂન 2024 (16:52 IST)
school van and auto
 ગુજરાતમાં આગામી 13 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે નવા સત્રથી જ વાલીઓના માથે વધુ બોઝ નાંખવામાં આવ્યો છે. આ વર્ષથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં એસોસિએશન દ્વારા વધારો કરવા નિર્ણય કર્યો છે .RTOમાં પાસિંગ ખર્ચનો બોજો, ઈન્સ્યોરન્સ, પરમીટ સહિતના ખર્ચને લઈને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વાનમાં એક કિમી દીઠ 200 અને સ્કૂલ રિક્ષામાં કિમી દીઠ 100 રૂપિયા ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરી ત્રણ વર્ષે ભાવ વધારો કરવામાં આવ્યો છે.
 
એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો
સ્કૂલ વાન અને રિક્ષાચાલકો સામે RTO દ્વારા લાલ આંખ કરી કડકપણે નિયમોનું પાલન કરવા જાહેરાત કરીછે. જેથી અમદાવાદ સ્કૂલવર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. આ બેઠકમાં RTOના નિયમોને લઈને 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે. જેથી સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે અમદાવાદના 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા વાન અને રિક્ષા ચાલકો જોડાયેલા છે. દર ત્રણ વર્ષે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે છે.
 
વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો.નવો ભાવ વધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થશે.સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી અમે ભાડા વધારો કર્યો નહતો, પરંતુ આ વર્ષે પસિંગ સહિતના ખર્ચ વધ્યા છે. ઉપરાંત મોંઘવારી વધી છે, જેને ધ્યાનમાં રાખીને અમે ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં એક કિમી દીઠ રિક્ષામાં 100 રૂપિયા, જ્યારે વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર