15 વર્ષની કિશોરી પર ચાર જણે તથા તેની 13 વર્ષની બહેન પર બે જણે દુષ્કર્મ આચર્યું હતું. આઘાતજનક હકીકત એ છે કે ગુંડાઓએ પિતાની નજર સામે જ કિશોરીઓને કપડાં ફાડીને પીંખી નાખી હતી.ગુંડાઓએ બંદુકના નાળચે કિશોરીઓના પિતાને બાનમાં રાખ્યા હતા. કિશોરીઓના ગામના લોકો બચાવવા માટે પીછો કરતા હોવાથી માંડવા ગામ પાસે ગુંડાઓએ બન્ને કિશોરી અને તેમના પિતાને ફેંકીને ભાગી છૂટ્યા હતા. બાદમાં લોહી નીંગળતી હાલતમાં બન્ને બહેનોને દેવગઢ બારિયાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે એસપી મનોજ નિનામા તથા રેન્જ આઇજી અભય ચુડાસમા દેવગઢ બારિયા ધસી ગયા હતા. પોલીસે કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. તે પૈકીના એક બુટલેગર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી.
બે સગી બહેનો પર અપહરણ બાદ દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે ફાંગિયા ગામના કુમત ફતેસિંગ બારિયા, ગણપત ફતેસિંગ બારિયા, નરવત મગન બારિયા, સુરેશ કલ્યાણ બારિયા અને ગોપસિંગ ભેમા બારિયાની ધરપકડ કરી હતી. તેમની સાથે અન્ય કોણ-કોણ હતાં તે અંગેની પૂછપરછ શરૂ કરાઇ છે.