દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ, ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500, કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ 2 હજાર નક્કી કરાયો
રાજ્યમાં સુરત શહેરમાં 15, અમદાવાદ શહેરમાં 14, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગાંધીનગર શહેર અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 49 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 25 હજારને પાર થઈ ગયો છે. રાજ્યમાં બે દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4746એ પહોંચ્યો છે. દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ, ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500, કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ 2 હજાર નક્કી કરાયો