ગુજરાતમાં અંબાલાલની વાવાઝોડાની આગાહી, વધ્યું ઠંડીનું જોર, નલિયા ઠંડુગાર બન્યુ

સોમવાર, 11 ડિસેમ્બર 2023 (09:15 IST)
ગુજરાતમાં ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો દૌર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે.  ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી
 
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.  22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. અરબસાગરમાં વાવાઝોડાની હલચલ શરૂ થતાં વાતાવરણમાં પલટો આવશે. વાવાઝોડું ડિપ્રેશન સુધી પહોંચશે અને ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
 
ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે વાદળવાયું રહેવાની શક્યતા છે.  અરબસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 થી 20 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 12 ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડી પડશે.
 
 
નલિયામાં ચાલુ મોસમમાં પ્રથમવાર 9.4 ડિગ્રીએ સૌથી વધુ ઠંડી પડી રહી છે, એટલે સિઝનમાં પહેલીવાર નલિયા ઠંડુગાર બન્યુ છે. કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી રહેવાની સાથે સાથે ગાંધીધામ અને અંજાર સહિતનો વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમે ઠંડોગાર બન્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર