રાજ્યના આઠ મહાનગરોમાં આજે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ, કોરોનાના કેસો વધતાં નિયંત્રણો કડક કરવા સરકારની વિચારણા

શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:07 IST)
દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોમનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે 10 ડિસેમ્બર સુધી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડ્યો હતો. આજે આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થઈ રહી છે.

બીજી તરફ આજે કોરોનાના નિયંત્રણો કડક કરવા ગૃહ વિભાગ સાથે ચર્ચા કરી આખરી નિર્ણય લેવાઈ શકે છે. બીજી તરફ રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થયો છે. ઓમિક્રોનનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે શહેરોમા રાત્રિ કરફ્યૂના કલાકોમાં વધારો થઈ શકે છે. નવા વેરિએન્ટ ઓમિક્રોને રાજ્યમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.ઓમિક્રોનના વધુ કેસો ન નોંધાય તે માટે સરકાર સતર્ક બની છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના અલાયદા વોર્ડ શરૂ કરી દેવાયા છે. આ તરફ, ગુજરાતમાં હવે રોજ કોરોનાના નોંધાતાં કેસોની સંખ્યા વધીને 70 સુધી પહોંચી છે. ત્યારે સરકાર પણ કોરોનાના નિયંત્રણો હળવા કરવાના મતમાં નથી. ફરજિયાત માસ્ક માટે પોલીસને સૂચના અપાશે. આ ઉપરાંત સોશિયલ ડિસટન્સના નિયમોનુ ય પાલન થાય તે માટે સઘન કામગીરી શરૂ કરાશે. અમદાવાદ સહિતના શહેરોમાં હાલ રાત્રિના એક થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. પણ હવે રાત્રિના 12 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કરાય તેવી સંભાવના છે.આમ રાત્રિ કર્ફ્યૂના કલાકો વધે તેમ જાણવા મળ્યુ છે. આ માટે સરકારના ગૃહ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આખરી નિર્ણય લેવાઈ શકે છે. આજે શુક્રવારે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં કોરોનાના નિયંત્રણો યથાવત રાખવા કે વધુ કડક કરવા તે અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે છેલ્લે યથાવત રાખવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીક અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.1લી ડિસેમ્બર 10 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર