પોલીસના જણાવ્યા અનુસાર નિકુંજે રંજબેન પટેલની સૌથી નાની પુત્રી તન્વી પટેલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેએ આઠ મહિનાથી છુટાછેડા લીધા હતા. ત્રણ મહિના પહેલા તન્વીએ ચિંતન પટેલ નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને મહારાષ્ટ્રના પૂણે જતી રહી હતી. પોલીસે કહ્યું કે નિકુંજ મોટાભાગે નશાની હાલતમાં ગ્રામજનો સાથે મારઝૂડ કરતો હતો.
પોલીસે જણાવ્યું કે શુક્રવારે બપોરે નિકુંજ તન્વીને જોવાની માંગ કરતાં રંજનબેનના ઘરની બહાર પહોંચ્યો અને ગાળો ભાંડવા લાગ્યો. જ્યારે રંજનબેન નિકળ્યા તો તેમના પર ઘણીવાર તલવાર ઘા માર્યા. નિકુંજે પછી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે અમે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને ફરિયાદ નોંધવામાં આવશે. સાથે જ પોલીસે જણાવ્યું કે તન્વીએ નિકુંજના આક્રમક સ્વભાવના કારણે તેની સાથે છુટાછેડા લીધા હતા. સાથે જ જણાવ્યું હતું કે આરોપીના નામ પર પહેલાં પણ બે વાર ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પણ તેને લામ્બાવેલના એક હુમલો કર્યો હતો. સાથે જ પીડિતના પુત્ર પર પણ હુમલો કર્યો છે.