કોરોના વોરિયર્સ નર્સે ફાંસી લગાવી કરી આત્મહત્યા, પરિવારે સ્ટાફને ગણાવ્યો જવાબદાર

શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (15:05 IST)
નવસારી શહેરના સિવિલ હોસ્પિટલની 28 વર્ષીય એક નર્સે બુધવારે રાત્રે ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતક મેઘાના પરિવારે તેના માટે હોસ્પિટલના સ્ટાફને જવાબદાર ગણાવ્યો છે. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલના અધિકારી ડ્યૂટીને લઇને તેને ઘણા સમયથી પરેશાન કરી રહ્યા હતા. જેના લીધે મેઘા તણાવમાં હતી. 
મેઘા ગત 3-4 વર્ષોથી હોસ્પિટલમાં કામ કરતી હતી. કોરોનાના લીધે લોકડાઉનમાં તેમને સતત કોરોના દર્દીઓની સેવા કરી હતી. જેના લીધે તેમને કોરોના વોરિયર્સના રૂપમાં સન્માનિત પણ કરવામાં આવી હતી. મેઘા હજુ પણ કોરોના વોર્ડની નરસ હતી અને તેમના વ્યવહારની દર્દી સુધી પ્રશંસા કરતા હતા. 
 
મેઘાના પરિવારનું કહેવું છે કે તેમને ગત ઘણા સમયથી પરેશાન કરવામાં આવી હતી. મોટાભાગે ડ્યૂટી બદલવામાં આવતી હતી. ડ્યૂટી અવર્સ બાદ પન કામ કરાવવામાં આવતું હતું અને લીવ પણ આપવામાં આવતી ન હતી. વારંવાર ડ્યૂટીનો સમય બદલવા અને હોસ્પિટલના અધિકારીઓના ખરાબ વલણથી તણાવમાં હતી. 
 
પરિવારના પરિવાર પર હોસ્પિટલના મેનેજમેન્ટનું કહેવું છે કે મેઘા પર કામનું કોઇ પ્રેશર ન હતું. તે પોતાના કામથી ખુશ હતી અને બાકી નર્સ અને ડોક્ટર્સ સાથે મળીને કોરોના દર્દીઓની સારભાળ કરી રહી હતી. તો બીજી તરફ હવે કોરોના પેશન્ટ ઓછા થતાં હોસ્પિટલમાં કામનું પ્રેશર પણ ઓછું થઇ ચૂક્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  તેણીએ  પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં સિવિલની જ હેડ નર્સ દ્વારા સિનિયર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરાતી હોવાનો ઉલ્લેખ કરતી સ્યુસાઈટ નોટ પણ પોલીસે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર