માઉન્ટ આબૂ: નવરાત્રિમાં તમામ દેવીઓની આરાધનામાં લીન છે. એવામાં જો કોઇ રિંછ આરાધના કરે અને વિજળી બચાવવાનો સંદેશ આપીને જતું રહે તો તેને અદભૂત નજારો કહી શકાય. સિરોહી જિલ્લાના માઉન્ટ આબૂમાં આવી જ ઘટના કેમેરામાં કેદ થઇ છે. જો તમે કોઇપણ પ્રકાર રિંછે લાઇટ બંધ કરી અને તે પહેલાં દેવીની પ્રતિમા સામે પોતાની આસ્થા પ્રગટ કરી.
પછી જે મળ્યું તે ખાઇને મંદિર પર લાગેલી લાઇટને બંધ કરવા લાગ્યું બે પ્રયત્ન બાદ અંતે ત્રીજી વાર રિંછે લાઇટ બંધ કરી દીધી અને ત્યાંથી જતું રહ્યું. આ નજારો ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિક નાગરિકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં રિંછ મોટાભાગે ભોજનની શોધમાં માનવ વસ્તી તરફ આવે છે. ઘણીવાર રિંછ પોતાના પર ખતરો હોવાના ડરથી હુમલો પણ કરે છે. તો બીજી તરફ રિંછની માનવ વસ્તી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ રહે છે તો ફરવા આવનાર પર્યટકો રિંછને જોઇને રોમાંચિત થઇ જાય છે.