અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે. શુક્રવારે સાંજે ગુજરાતમાં 191 નવા કેસ સામે આવ્યા, જેમાં એકલા અમદાવાદમાંથી 169 કેસ હતા, જ્યારે રાજ્યમાં 2815 લોકો સંક્રમિત છે. તો રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 127 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 191 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 169 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરિયાપુર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, રાણીપ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા નાગરિકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તેવા સઘન ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે
સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, ગાંધીનગર-બોટાદ-વલસાડમાં એક એક કેસ, ભાવનગરમાં 2, પંચમહાલમાં 3 કેસ નોંધાયા છે. કુલ 15 વ્યક્તિના મૃત્યુ થયા છે, 14 લોકો અમદાવાદમાં મૃત્યુ પામ્યા છે. જેમાં 17 વર્ષની યુવતીથી લઈને 90 વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. 7 લોકો સ્વસ્થ થયા છે.