કોરોનાના કહેર વચ્ચે લોકો પરેશાન છે, સાથે જ હચમચાવી દેનાર કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આ કેસ ગુજરાતના વાપી શહેરનો છે, જ્યાં ખાનગી હોસ્પિટલનું બિલ ન ચૂકવતાં કોરોના પોઝિટિવ મૃતકની લાશ તેના પરિજનોને આપવાની ના પાડી દીધી. પરિવારે જ્યારે કહ્યું કે તે જલદી જ પૈસા ચૂકવી દેશે તો હોસ્પિટલે તેમની કાર એમ કહીને જ્પ્ત કરી લીધી કે જ્યારે બિલ ચૂકવવા આવો ત્યારે કાર લઇ જજો.
મળતી માહિતી અનુસાર વાપીના સરીગામના રહેવાસી એક કોરોના દર્દીને લગભગ એક અઠવાડિયા પહેલાં વાપીની સેંચુરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીનું મંગળવારે સવારે મોત થયું હતું. પરંતુ હોસ્પિટલે લાશ આપવા માટે બાકી બિલ ચૂકવવાની વાત કહી. જ્યારે મૃતકના પરિજનોએ કહ્યું કે પૈસાની વ્યવસ્થા કરી રહ્યા છે, પરંતુ ત્યાં સુધી લાશના અંતિમ સંસ્કાર કરવા દો. ત્યારે હોસ્પિટલે તેમની કાર ગિરવે મુકવાની વાત કહી.