ગુજરાતમાં કોરોનાનું ભયાવહ ચિત્ર!!! ગુજરાતમાં એડવાન્સમાં ખોદવામાં આવી રહી છે કબરો

બુધવાર, 14 એપ્રિલ 2021 (21:26 IST)
ગુજરાતના સુરતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. એક તરફ સ્મશાનોમાં મૃતકોની લાશના અંતિમ સંસ્કાર કરવા માટે લાઇનો લાગી છે, તો બીજી તરફ કબ્રસ્તાનોમાં પણ આ જ સ્થિતિ સામે આવી છે જેને જોઇ લોકો આધાતમાં છે. જોકે કોરોનાના કહેરને જોતાં કબ્રસ્તાનોમાં એડવાન્સમાં કબરો ખોદાઇ રહી છે. 
 
કબરોના ખોદકામ માટે મજૂરો ઓછા પડતાં જેસીબી મશીન વડે ખોદવામાં આવી રહી છે. દેશભરમાં કોરોનાનો જે શહેરો પર વધુ પ્રકોપ છે તેમાં ગુજરાતનું સુરત સામેલ છે. સુરતની સ્થિતિ એવી છે કે અહીંની હોસ્પિટલમાં બેડ-વેટીંલેટરની ભારે અછતા છે. 
 
એટલું જ નહી, જીવનરક્ષક દવા રેમડેસિવિર ઇંજેક્શન માટે પરિજનોની લાંબી લાઇનો છે અને સ્મશાનોમાં લાશના અગ્નિદાહ માટે 10 થી 12 કલાકનું વેટિંગ છે. આ તસવીરો ફક્ત સુરતના કોઇ એક સ્મશાન જ નહી પરંતુ ત્યાંના બાકી કબ્રસ્તાનોમાં પણ આ જ સ્થિતિ છે. 
 
મળૅતી માહિતી અનુસાર સુરતના રામપુરમાં સ્થિત કબ્રસ્તાનમાં જ્યાં સામાન્ય રીતે 2 થી 3 લાશ આવે છે. આજકાલ ત્યાં 10 થી 12 લાશ આવી રહી છે. કબ્રસ્તાનોના સંચાલકોનું માનીએ તો કબર ખોદવામાં 6 થી 7 કલાક લાગે છે, એટલા માટે કબરોનું એડવાન્સમાં ખોદકામ કરાવવામાં આવી રહ્યું છે. 
 
એટલું જ નહી કબરના ખોદકામ માટે વ્યક્તિઓ ઓછા પડે છે તો જેસીબી વડે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સતત લાશોમાં વધારો થતાં આ પગલું ભરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં મજૂર ન મળતાં જેસીબી મશીન લગાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર