અમદાવાદમાં કોરોનાની 135 ખાનગી હોસ્પિટલમાં 34 વેન્ટિલેટર હોવાનો AHNAનો દાવો

શનિવાર, 10 એપ્રિલ 2021 (16:03 IST)
કોરોનાના દર્દીઓની સંખ્યા રોજબરોજ વધતા અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે, જેથી  ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો વધારવાની ફરજ પડી છે.  જો કે હોસ્પિટલ દ્વારા સંચાલિત કરવામાં આવતાં 6 કોવિડ કેર સેન્ટર અને 12 હેલ્થ સેન્ટર છતાં દર્દીઓ હોસ્પિટલમાં જ દાખલ થઈ રહ્યાં છે. જેથી 135 ખાનગી હોસ્પિટલમાં હવે વેન્ટિલેટર ખૂટી પડ્યા છે લોકોને ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી મળતા છતાં AHNAના દાવા મુજબ 34 વેન્ટિલેટર જ વધ્યા છે. 30થી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમા 10 એપ્રિલને ગુરુવારે સવાર સુધીમાં 751 જેટલા જ બેડ ખાલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 372માંથી 206 બેડ ખાલી છે. હોસ્પિટલ દ્વારા સંચાલિત કરવામાં આવતાં 6 કોવિડ કેર સેન્ટરમાં 289માંથી 197 અને 12 હેલ્થ સેન્ટરમાં 181માંથી 152 બેડ ખાલી છે.
 
 અમદાવાદમાં દિવસે દિવસે કોરોનાની ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામા આવી છે. 35 હોસ્પિટલો અને 3000 બેડ વધારવાની ફરજ પડી છે. 
 
અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 135 ખાનગી હોસ્પિટલમાં 5058માંથી 751 જેટલા બેડ ખાલી છે. જેમાં આઇસોલેન વોર્ડમાં 1545 બેડ, HDUમાં 1780 , ICUમાં 670 અને ICUમાં વેન્ટિલેટર પર 312 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 
 
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 372માંથી આઇસોલેન વોર્ડમાં 114 બેડ, HDUમાં 37, ICUમાં 10 અને ICUમાં વેન્ટિલેટર પર 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 12 કોવિડ હેલ્થ સેન્ટરમાં 181માંથી આઇસોલેન વોર્ડમાં 11 બેડ, HDUમાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ICU અને વેન્ટિલેટર પર એકપણ દર્દી સારવાર હેઠળ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર