મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધપ્રદર્શન, રોડ-રસ્તા પર બેસીને રોડ બંધ કરવામાં આવ્યો

શુક્રવાર, 1 એપ્રિલ 2022 (12:18 IST)
દિવસો દિવસ વધતી જતી મોંઘવારીને કારણે જનતાને જીવન જીવવુ મુશ્કેલ બનતુ જઈ રહ્યુ છે. મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધપ્રદર્શન યોજાયું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, શહેર પ્રમુખ નીરવ બક્ષી અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર છે. અમરાઈવાડી ચાર રસ્તા પાસે રોડ પર જ બેનરો અને સૂત્રોચાર સાથે વિરોધ યોજાયો. ગેસના બાટલા ઊંચા કરીને તથા નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો. ભાજપનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. રોડ-રસ્તા પર બેસીને રોડ બંધ કરવામાં આવ્યો છે. મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ છે. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી છે.
 
 ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા ગઈકાલે બપોરે પણ મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદેશ કાર્યાલયથી મોંઘવારીની નનામી કાઢીને પૂતળાદહન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિરોધપ્રદર્શન યોજાય એ પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયમાંથી આ એને અટકાવી દેવા નનામીને શોધવા કાર્યાલયમાં પોલીસ પહોંચી હતી, જેને પગલે પોલીસ અને ગુજરાત કોંગ્રેસપ્રમુખ જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે બપોરથી જ કોંગ્રેસ કાર્યાલયમાં અંદર આવીને સર્ચ-ઓપરેશન કર્યું હતું અને મોંઘવારીની નનામી શોધી અને તમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર