કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ કહ્યું, સુરતમાં ધોળા દિવસે બળાત્કાર થાય છે, છતાંય સરકારના પેટનું પાણી હાલતું નથી, ગૃહમંત્રી રાજીનામું આપે

મંગળવાર, 8 માર્ચ 2022 (12:07 IST)
મહિલા દિવસે જ કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ વિધાનસભામાં બળાપો કાઢ્યો હતો. રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું હતું કે, સરકારે મહિલા બાળ કલ્યાણ સમિતિ બનાવવી જોઈએ, તેમાં મહિલા ધારાસભ્ય રાખવા જોઈએ. મહિલા દિવસે મહિલાઓની વાતો થાય છે, તમે બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરો છો, સુરતની સ્થિતિ જુઓ, ધોળા દિવસે બળાત્કાર થાય છે, સરકારના પેટનું પાણી હાલતું નથી. 
 
2007માં મારી રક્ષા માટે રક્ષણ માંગ્યું હતું હજુ સુધી આપ્યું નથી. ત્રણ ટર્મ થી ધારાસભ્ય છું. મહીલાની સુરક્ષા જળવાતી નથી એટલે મહિલા તરીકે ગૃહમંત્રીનું રાજીનામું માંગુ છું.ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં મહિલા દિવસની શુભેચ્છા સાથે તમામ મહિલા ધારાસભ્યો માટે 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંત્રી પૂર્ણશ મોદી પાસે માંગી લીધી હતી. નીતિન ભાઈ પટેલની જેમ મહિલા ધરસસભ્યોને પૂર્ણશ મોદી ધરસભ્યોને નારાજ ન કરે તેવી અપીલ પણ ગૃહમાં કરી લીધી હતી.આ તબક્કે તેમણે વિધાનસભાગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે પણ મહિલા અત્યાચારની ઘટના બને ત્યારે ભોગ બનેલી મહિલાના સમર્થનમાં તમામ ધારાસભ્યોએ એકજૂથ થઇ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ આજે વિધાનસભામાં થાય તેવી અપીલ કરી હતી.
 
આ તબક્કે તેમણે પૂર્વ નાણા મંત્રી નીતિનભાઇ પટેલના નામનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં વાત મૂકી હતી કે ગત વિધાનસભાના બજેટ સત્રમાં નીતિનભાઇ પટેલે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ મહિલા ધારાસભ્યોને 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. પ્રવચન દરમ્યાન ગેની બેને ગૃહને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે અમારા પક્ષના ધારાસભ્ય પ્રતાપ ભાઈ અને રઘુ ભાઈ દેસાઈએ મહિલાઓને યથા શક્તિ ભેટ આપી મહિલાઓનું સન્માન કર્યું છે. પ્રતાપ દુધાતએ બહેનોને સાડી અને રઘુભાઈએ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને સુંદર પેન આપી સન્માનિત કર્યા હોવાનો ઉલ્લેખ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેની બેન ઠાકોરે કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર