PMના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ

શનિવાર, 6 જાન્યુઆરી 2024 (14:10 IST)
FIR
સોશિયલ મીડિયા પર વડાપ્રધાનના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે. જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે ‘ટહુકા’માં કોમેન્ટ કરવાનું લખવામાં આવ્યું છે. વડાપ્રધાનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી પોસ્ટના મુદ્દે સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.

સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમ એલર્ટ છે ત્યારે  તેમના ધ્યાને આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કબીર હાન્ડા નામની પ્રોફાઇલ દ્વારા એક લગ્નની કંકોત્રી વાયરલ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અ.સૌ. હીરાબેન તથા દામોદરદાસ મોદીના સુપુત્ર ચિ. નરેન્દ્રના શુભ લગ્ન ચિં. મેલોની સાથે રાખેલ છે. જેમાં વડાપ્રધાનના ફોટા સાથે કોઇ મહિલાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે મંડપ રોપણ, દાંડિયા રાસ, તથા જાન આગમન અને હસ્તમેળાપ તથા લગ્ન સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખવામાં આવ્યું હતું. જ્યારે ટહુકામાં કોમેન્ટ લખી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આ પોસ્ટ હટાવી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર