રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો, અનેક શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે

સોમવાર, 9 ડિસેમ્બર 2019 (10:28 IST)
ગુજરાતમાં કડકડાતી ઠંડી શરૂ થઈ ચુકી છે. રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની અંદર રહ્યો છે.
 
વહેલી સવારે લોકો ઠંડીથી રાહત મેળવવા માટે તાપણા કરતા નજરે પડ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં લોકોએ વહેલી સવારે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
 
કઠોરતમ સજાની સાથે-સાથે બળાત્કાર માટે જવાબદાર વિકૃતિઓનો પણ ઈલાજ કરવો પડશે
 
રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડીનો અહેસાસ જોવા મળશે.  
 
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો ચમકારો
 
સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જમ્મૂ-કશ્મીર અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે પર્યટક સ્થળો પર સહેલાણીઓનો ધસારો વધી રહ્યો છે.જયારે બીજી તરફ હિમવર્ષાના કારણે તાપમાનનો પારો પણ ગગડ્યો છે. તાપમાનનો પારો ગગડવાના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર