રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, રેકોર્ડબ્રેક ઠંડીની આગાહી, વર્ષો જૂના રેકોર્ડ તૂટશે

ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (11:31 IST)
રાજ્યમાં સત્ત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઇ ગઇ છે, અને શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનો અડધો પુરો થઇ ગયો છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં પલટો જોવા મળતાં લાગી રહ્યું છે કે આ વખતે શહેરીજનોએ દિવાળી પર સ્વેટર સાલ કાઢી રાખવા પડશે. કારણ કે બુધવારે લઘુત્તમ પારો 15.9 ડીગ્રીની સામે મહત્તમ પારો 35.3 ડીગ્રી નોંધાયો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બપોરે થી સાંજ સુધી ગરમ વાતાવરણ રહે છે અને જેમ જેમ સાંજ ઢળે છે તેમ તેમ વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગે છે. મોડી રાત સુધીમાં શિયાળા જેવો અનુભવ થવા લાગે છે. આ વર્ષે દિવાળી પહેલાં ઠંડીની શરૂઆત થવા લાગી છે. છેલ્લા પાંચેક દિવસથી નગરનો લઘુત્તમ પારો સતત ગગડી રહ્યો છે. 
 
ગત તારીખ 14મી, ઓક્ટોબરના રોજ નગરનું લઘુત્તમ તાપમાન 21.7 ડીગ્રી નોંધાયું હતું. ત્યારબાદ નગરનો લઘુત્તમ પારો સતત ઘટતો જ ગયો છે. આથી ગત તારીખ 15મી, ઓક્ટોબરે 17.5 ડીગ્રી, ગત તારીખ 16મી, ઓક્ટોબરે 16.9, ગત તારીખ 17મી, ઓક્ટોબરે 17.9 ડીગ્રી, ગત તારીખ 18મી, ઓક્ટોબરે16.5 ડીગ્રી બાદ બુધવારે લઘુત્તમ પારો 15.9 ડીગ્રી નોંધાયો છે.
 
નોંધનીય છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જો કે છેલ્લા 12 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. 
 
તો બીજી તરફ જાણિતા હવામાન શાસ્ત્રીએ પણ આગાહી કરી છે કે આ વર્ષે ગુજરાતમાં ઠંડી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 28 જાન્યુઆરીથી ન્યુનતમ તાપમાન નીચું જશે. રાજ્યના કોઈ પણ ભાગો જેમાં આબુ, દાંતીવાડા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યુનતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. 
 
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે ઠંડીનો દોર લાંબો ચાલે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી સુધી શિયાળો લંબાઈ શકે છે. ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વહેલી સવારે કઈક અંશે ઠંડી રહી શકે છે. પરંતુ આ વર્ષે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે અને તેથી જ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોર પછી બફારાના પ્રમાણમાં થોડા અંશે વધારો થતો જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર