કેટલાક લોકો બેશરમ થઈને કરી રહ્યા છે તાલિબાનનુ સમર્થન - યોગી આદિત્યનાથ

ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (18:17 IST)
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપનારાઓ પર જોરદાર નિશાન સાધ્યુ છે. વિધાનસભામાં સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહેમાન બર્કેના નિવેદન પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું કે આવા ચહેરા સમાજ સામે ખુલ્લા થવા જોઈએ. 
 
વિપક્ષ પર નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું, 'તમે તો તાલિબાનનુ સમર્થન  પણ કરી  રહ્યા છો. સ્પીકરજી અહીં કેટલાક લોકો તાલિબાનનુ સમર્થન કરી રહ્યા છે. મહિલાઓ સાથે કેવી ક્રૂરતા કરવામાં આવી રહી છે. બાળકો પર કેવી ક્રૂરતા કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક લોકો છતા બેશરમીથી તાલિબાનને ટેકો આપી રહ્યા છે. તાલિબાનીકરણ કરવા માંગે છે. 
 
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગુરૂવારના વિધાનસભામાં સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની સરકારની યોજનાઓ ગણાવી, સાથે જ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન પણ સાધ્યું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતુ. તેમણે તાલિબાનીઓની તુલના સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે, તાલિબાનીઓએ દેશને આઝાદ કરાવ્યો છે.
 
યોગી આદિત્યનાથે કહ્યું કે, જેઓ પહેલા અયોધ્યામાં નજર પણ નાંખતા નહોતા તેઓ આજે કહી રહ્યા છે કે રામ અમારા છે. યુપી સીએમે કહ્યું કે, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિ કરવામાં આવી છે. કેન્દ્ર પહેલા જ આમાં વધારો કરી ચૂક્યું છે. સીએમ યોગીએ દાવો કર્યો કે દેશમાં આજે બીજા નંબરની અર્થવ્યવસ્થા ઉત્તર પ્રદેશની છે.

ઉલ્લેખનીય છે કે બર્કે કહ્યું હતું કે તાલિબાન એક શક્તિ છે અને તેણે અમેરિકાને અફઘાનિસ્તાનમાં સ્થાયી થવા દીધું નથી. તાલિબાન હવે પોતાનો દેશ ચલાવવા માંગે છે. તેમણે કહ્યું, 'જ્યારે આપણો દેશ બ્રિટીશ નિયંત્રણ હેઠળ હતો, ત્યારે તમામ ભારતીયોએ આઝાદી માટે સાથે મળીને લડ્યા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. તે પહેલા આ દેશ પર રશિયાનો કબજો હતો. પરંતુ અફઘાન સ્વતંત્ર રહેવા માંગે છે. તેણે પોતાના દેશને આઝાદ કર્યો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર