સીએમ ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ફ્લાવર શોનું કર્યુ ઉદ્ધાટન, જાણો સમય અને ટિકિટનો ભાવ

શનિવાર, 30 ડિસેમ્બર 2023 (13:07 IST)
flower shaw
શહેરમાં રિવરફન્ટ આગામી 15 દિવસ સુધી દેશ વિદેશના લાખોની ફૂલોની ફોરમથી મહેકતું રહેશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફલાવર શોને જનતા માટે આજે ખુલ્લો મુક્યો છે. આ ફ્લાવર શો આજથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.
flower shaw

રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આ‌વશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આ‌વશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે.અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમ ઉપર બનાવેલ મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, સાત ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયાની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જમાવશે.
flower shaw

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર