ચીનમાંથી આવ્યુ નવુ સંકટ ? માણસમાં પહેલીવાર મળ્યુ H3N8 બર્ડ ફ્લુ, 4 વર્ષનો બાળક થયો સંક્રમિત

બુધવાર, 27 એપ્રિલ 2022 (11:40 IST)
કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલ ચીન (China) પર એક વધુ મોટો ખતરો મંડરાય રહ્યો છે. ચીનમાં બર્ડ ફ્લુ  (Bird Flu) ના H3N8 સ્ટ્રેનથી એક બાળક સંક્રમિત જોવા મળ્યુ છે. આ માણસોમાં સંક્રમણનો પહેલો મામલો બતાવાય રહ્યો છે. મઘ્ય હેનાન શહેર (Henan Province) માં રહેનારા એક ચાર વર્ષીય બાળકને 5 એપ્રિલના રોજ તાવ અને અન્ય લક્ષણ જોવા મળ્યા બાદ તપાસ કરાવવામાં આવી. રિપોર્ટમાં સંક્રમણની ચોખવટ કરવામાં આવી છે.  જો કે કોઈપણ નિકટનો વ્યક્તિ સંપર્ક વાયરસથી સંક્રમિત જોવા મળ્યો નથી. અધિકારીઓએ જણાવ્યુ કે બાળક પોતાના ઘરમાં પાળવામાં આવેલ મરઘી અને કાગડાઓના સંપર્કમાં હતો. ચીની અધિકારીઓ મુજબ આ સ્ટ્રેન માણસોમાં ફેલાવવાની શક્યતા ખૂબ ઓછી છે. 
 
 
એચ3એન8 સૌથી પહેલા 2002માં ઉત્તરી અમેરિકીમાં પાણીમાં રહેનારા પક્ષીઓમાં જોવા મળ્યો હતો. આ ઘોડા, કૂતરા અને સીલ્સને સંક્રમિત કરવા માટે ઓળખાય છે.  પણ અત્યાર સુધી મનુષ્યોમાં આ મળ્યુ નહોતુ. ચીનમાં બર્ડ ફ્લુના અંકે જુદા જુદા પ્રકાર રહેલા છે. તેમાથી કેટલાક માણસોને પણ સંક્રમિત કરે છે. સામાન્ય રીતે એ  લોકો જે મરઘીનુ પાલન કરે છે ગયા વર્ષે ચીનમાં H10N3નો પહેલો માણસને સંક્રમણનો કેસ નોંધાયો હતો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર