ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કારણે 71 બાળકોના મૃત્યુ

બુધવાર, 7 ઑગસ્ટ 2024 (18:10 IST)
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે વધુ ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. છેલ્લા 24 કલાકમાં વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુ આંક 71 પર પહોંચ્યો છે.તે ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 159 શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ વાયરસ રાજ્યના 28 જિલ્લા સુધી ફેલાયો હોવાનું આરોગ્ય વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો, સાબરકાંઠા-16, અરવલ્લી-07, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01,પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01 તેમજ અમરેલી-01 મહીસાગર-04, ખેડા-07,મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-07, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04 શંકાસ્પદ કેસો મળેલ છે. આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-03, ખેડા-04, મહેસાણા-05, રાજકોટ-03, સુરેન્દ્રનગર-03, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-02, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ- 03, વડોદરા-01, બનાસકાંઠા-02, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-01, અમદાવાદ-01, પોરબંદર-01 તેમજ પાટણ-01માં કેસ જોવા મળ્યો હતો. આમ ચાંદીપુરાના 159 પોઝિટિવ કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર