By-election results 2020 । ગુજરાતમા ભગવો લહેરાયો, 8 સીટ પર જીત

મંગળવાર, 10 નવેમ્બર 2020 (17:00 IST)
ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ 
 
મતગણતરી પહેલા ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, રાજકોટમાં કમલેશ મિરાણી, ભાવનગરમાં રાજીવ પંડ્યા, અને જામનગર શહેરમાં વિમલ કગથરાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે.
 ગુજરાત  વિધાનસભા પેટાચૂંટણી પરિણામ 2020 

પાર્ટી જીત

ભાજપા 
08

કોંગ્રેસ
00

અન્ય
00

-- રાજ્યમાં આવનારી કોર્પોરેશન, પંચાયત અને 2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે. આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી વિજયની દિશામાં આગળ વધવાની ગતિ સ્પષ્ટ દેખાય છે. : માન. મુખ્યમંત્રી
 
-  કોંગ્રેસે અસંતોષ ફેલાવવાના અનેક પાસા અજમાવ્યા પરંતુ તે સફળ થઈ નથી. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં અનેક આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા હતા પરંતુ પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન દેખાડી દીધું છે. : માન. મુખ્યમંત્રી
 
- આદરણીય વિજયભાઈ રૂપાણીએ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાતો કરી, અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનુ નિર્માણ થયું છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને સરકારનો આભાર માનું છું. : શ્રી 
@CRPaatil
-પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, અમુક જગ્યાએ અપક્ષ પણ કોંગ્રેસથી આગળ નિકળ્યા છે. અબડાસાની બેઠક પર આ સ્થિતિ બની છે. : માન. મુખ્યમંત્રી
સીઆર પાટીલ અને મુખ્યમંત્રી કમલમ ખાતે પહોંચ્યા
- ધારીમાં EVMમાં ખામી, વાઘાપરા બૂથનું EVMમાં ખામી, VVPTના આધારે બાકીની મતગણતરી હાથ ધરાશે
- ભાજપે 8માંથી 7 બેઠકો પર જીતના આપ્યા  સંકેત
- ગુજરાત, બિહાર અને મધ્યપ્રદેશમાં ભાજપનો જય જયકાર
- ધારી બેઠક પર રસાકસી દેખાઇ રહી છે. ચાર રાઉન્ડનાં અંતે ભાજપના  જે વી કાકડિયાને 7297 મતો મળ્યા છે જ્યારે કૉંગ્રેસનાં સુરેશ કોટડિયાને 6212 મત મળ્યા છે. એટલે ભાજપ માત્ર 1085 મતથી જ આગળ છે.
- મોરબી બેઠક પર સવારથી કૉંગ્રેસનાં જયેન્તી પટેલ આગળ ચાલી રહ્યાં હતાં પરંતુ હાલ મળતા સમાચાર પ્રમાણે, ત્યાં ભાજપ આગળ છે. જયેન્તી પટેલને 19,295 મત જ્યારે બ્રિજેશ મેરજાને 19,325 મત મળ્યા છે.
- મોરબી મતગણતરીમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.
- લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 21049 મતથી આગળ, કોંગ્રેસના ચેતન ખાચર પાછળ
- મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર 251 મતથી આગળ નીકળ્યા
- મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા પાછળ
- ફરીથી મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ નીકળ્યા
- મોહન સોલંકીએ મતગણતરી કેન્દ્ર છોડ્યું
- ગઢડામાં કોંગ્રેસ ઉમેદવારે મેદાન છોડ્યું.
- મોરબીમાં 11 રાઉન્ડની મતગણતરી પૂર્ણ
લીંબડીમાં ભાજપના ઉમેદવાર ભારે સરસાઈ સાથે આગળ
- કરજણમાં ભાજપના 5 રાઉન્ડના અંતે ભાજપ આગળ
- મોરબીમાં કોંગ્રેસના જયંતિ પટેલ 3269 મતથી આગળ, ભાજપના બ્રિજેશ મેરજા પાછળ
- ડાંગમાં ભાજપના વિજય પટેલ 8586 મતથી આગળ
- લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 10566 મતથી આગળ
- અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ 5044 મતથી આગળ, અબડાસામાં કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી પાછળ
- મોરબીમાં કોંગ્રેસના જયંતી પટેલ 3372 મતથી આગળ, મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા પાછળ
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 5000 મતથી આગળ, ગઢડામાં કોંગ્રેસના મોહન સોલંકી પાછળ
- કરજણમાં ભાજપના અક્ષય પટેલ 3249 મતથી આગળ, કરજણમાં કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ
- ડાંગમાં ભાજપના વિજય પટેલ 6243 મતથી આગળ, ડાંગમાં કોંગ્રેસના સૂર્યકાંત ગાવિત પાછળ
- 11 વર્ષ પહેલા મલ્લિકાએ શેરાવતે કમલા હેરિસને લઈને કર્યુ હતુ ટ્વિટ, હવે થઈ રહ્યુ છે વાયરલ 

અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ 5044 મતથી આગળ, અબડાસામાં કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી પાછળ
- મોરબીમાં કોંગ્રેસના જયંતી પટેલ 3372 મતથી આગળ, મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા પાછળ
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 5000 મતથી આગળ, ગઢડામાં કોંગ્રેસના મોહન સોલંકી પાછળ
- કરજણમાં ભાજપના અક્ષય પટેલ 3249 મતથી આગળ, કરજણમાં કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ
- ડાંગમાં ભાજપના વિજય પટેલ 6243 મતથી આગળ, ડાંગમાં કોંગ્રેસના સૂર્યકાંત ગાવિત પાછળ
- મોરબીમાં પાંચમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ
- અબડાસામાં ચાર રાઉન્ડની મતગણતરી પૂર્ણ
- કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી 4426 મતથી આગળ, કોંગ્રેસના બાબુભાઈ વરઠા પાછળ
- લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 7240 મતથી આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસના ચેતન ખાચર પાછળ
- કરજણ બેઠક પર ભાજપના અક્ષર પટેલ 662 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ
- મોરબીમાં ભાજપના ઉમેદવાર ત્રીજા રાઉન્ડના અંતે બ્રિજેશ મિરજા પાછળ, કોંગ્રેસના જયંતિ પટેલ 777 મતથી આગળ
- ભાજપ ડાંગ, લીમડી, મોરબી, કપરાડા, ધારી, અબડાસામાં, જ્યારે કરજણમાં કૉંગ્રેસ આગળ
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ
- કપરાંડામાં બાજપના જીતુ ચૌધરી 2469 મતથી આગળ
- લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 5266 મતથી આગળ
- કપરાડા વિધાનસભા બેઠક પર પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 2459 મતથી આગળ ચાલી રહ્યા છે. આ સાથે ડાંગ, મોરબી, લીમડીમાં  પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
- લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 2321 મતથી આગળ
- 8માંથી 7 બેઠકો પર ભાજપ આગળ, જ્યારે કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે.
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે.
- 3622 મતોથી અબડાસામાં ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા છે.

મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ

મઘ્યપ્રદેશની 28 સીટો પર પેટાચૂંટણીના પરિણામ  (Madhya Pradesh By-election results 2020) 10 નવેમ્બરના જાહેર થવા જઈ રહી છે. ચૂંટણી પરિણામથી જો કે રઆજ્યમાં સત્તા પરિવર્તનની આશા નહિવત છે પણ દલબદલની ઘટના અને કમલનાથ સરકારના પતન પછીથી આ વાત પર સૌની નજર રહેશે કે પલડુ કોંગ્રેસનુ ભારે રહેશે કે ભાજપાનુ 

 મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ 2020 

પાર્ટી આગળ/જીત

ભાજપા 
18

કોંગ્રેસ
08

અન્ય
02
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર