કચ્છના હરામીનાળામાંથી 4 પાકિસ્તાની માછીમારોને BSFએ પકડી પાડ્યા

ગુરુવાર, 7 જુલાઈ 2022 (10:23 IST)
હરામીનાળામાંથી માછીમારી કરવા ઘુસતા 4 પાકિસ્તાની માછીમાર અને 10 હોડકા પકડાયા છે. જેમાં પિલર નંબર 1165 અને 1166 વચ્ચે બીએસએફનું સફળ ઓપરેશન રહ્યું છે. તેમાં ભુજ ખાતે ભારત પાકિસ્તાનની કચ્છની સરહદે આવેલા હરામીનાળામાંથી 7મી જુલાઈએ સવારે માછીમારી કરવા ઘુસી રહેલા પાકિસ્તાની માછીમારો અને તેમના હોડકાઓને પકડી લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે હરામીનાળાના પિલર નંબર 1165 અને 1166 વચ્ચે સીમા સુરક્ષા દળના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું. બીએસએફ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ 7મી જુલાઈના સવારે હરામીનાળામાં સામે પાકિસ્તાન તરફથી કંઈક હરકત થતી જોવા મળી હતી. બીએસએફના જવાનોએ તરત એ દિશામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અને ભારતની ક્રીક સરહદે ઘુસતા 4 પાકિસ્તાની માછીમારો અને 10 પાકિસ્તાની માછીમારી બોટ જબ્બે કરાઇ છે. તથા સીમા દળના જવાનોએ હોડીની તલાસી  લીધી હતી. જેમાં સંદિગ્ધ સામગ્રી મળી નહોંતી. તેમજ આ વિસ્તારમાં સઘન તપાસ ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર