સર્વ આત્માઓના પરમપિતા શિવ પરમાત્માના અતિ પ્યારા, દુલારા, લાડલા મારા સૌ ભાઈ બહેનોને પ્રકાશના તહેવાર દિવાળીની શુભ વધાઈ હો. હમણાં જ નવરાત્રિમાં આપણે સૌએ પરમતત્વની આરાધના થકી અષ્ટશક્તિ ધારણ કરેલ અને વિજયા દશમી- દશેરા પર આપણામાં રહેલ રાવણનો નાશ- દહન કરી અવગુણ, દુરાચાર, ભ્રષ્ટાચાર, નકારાત્મકતાને તિલાંજલી આપેલ. ફલસ્વરૂપ આપણે સૌએ નવયુગ-સતયુગ તરફ પ્રયાણ કરેલ છે.. જેની સ્થૂળ યાદગાર રૂપે ઘર-ઘરમાં સફાઈ કરી પ્રકાશનો તહેવાર દિવાળી મનાવીએ છીએ.
નવા વર્ષે નવા ઉમંગ, ઉત્સાહ, આનંદ અને જોશ સાથે સૌની સાથે મિલન મનાવીએ છીએ. અને ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના પવિત્ર સંબંધની યાદને તાજી કરીએ છીએ. પરમપિતા શિવ પરમાત્મા પણ આપનાં સૌના માટે ભારતની પાવન ભૂમી પર જ સંપૂર્ણ સુખ, શાંતિ,સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ યુક્ત નવી સતયુગી સ્વર્ણિમ દુનિયાની પુન: સ્થાપના કરી રહ્યા છે ત્યારે ચાલો આ દિવાલી પર આપણે એક બીજા સાથે આત્મા- આત્મા ભાઈ ભાઈના નાતે ભાઈચારા, સહકાર, સહયોગ, કલ્યાણની ભાવના અપનાવી વશુધૈવ કુટુંકમ ને ચરિતાર્થ કરીએ. સૌને સુખ આપીએ અને સુખ પ્રાપ્ત કરીએ. દિવાળીનો આ તહેવાર આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન થી ભરપૂર કરે એવી શુભ ભાવના અને શુભ કામના સહ આશીર્વાદ છે.