વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું

મંગળવાર, 18 જૂન 2024 (15:44 IST)
vadodara airport
દેશમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તે ઉપરાંત અમદાવાદ સહિત ભોપાલના રાજાભોજ એરપોર્ટ, દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનઉ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મૂ, ઔરંગાબાદ, બાગડોગરા અને કાલીકટ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળ્યો હતો. હવે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથીરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ છે. ધમકીને પગલે CISF અને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તપાસમાં એક કારમાંથી શંકાસ્પદ ડિવાઈસ પણ મળી આવ્યું છે. 
vadodara ariport checking
એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ 
વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેઈલ મળતાં એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 
 
એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું
હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સીઆઇએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર