આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, ઉમેદવારોના નામ પર લાગશે મોહર

સોમવાર, 5 ઑક્ટોબર 2020 (13:04 IST)
કોરોના કાળ વચ્ચે રાજ્યમાં પેટાચૂંટણીને લઇને ભાજપમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ, સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે ચર્ચા કરવામાં આવશે. નામોની સૂચી બનાવીને દિલ્હી મોકલવામાં આવશે.  અને પેટાચૂંટણીની કામગીરી અને રણનીતિ મુદ્દે ચર્ચા કરાશે. 
 
ગુજરાતમાં ધારી , લિંબડી , અબડાસા , ડાંગ , કપરાડા , કરજણ અને મોરબી બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની હોવાથી ફરી એકવાર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમાં નિરીક્ષકો-પ્રભારી મંત્રીના રિપોર્ટ આધારે ઉમેદવારના નામોને લઇને ચર્ચા કરવામાં આવશે. 
 
મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠ પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ મળવાનું નક્કી હોવાનું ભાજપનું સૂત્રોનું કહેવું છે. બાકીની ત્રણ બેઠકો પર ભાજપ ઉમેદવારો નક્કી કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
 
જોકે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની આઠ બેઠકોના ઉમેદવારોનાં નામની જાહેરાત થશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતા આ બેઠકમાં હાજર રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર