કેન્દ્રની નવી ગાઇડ મુજબ 200 લોકો એકઠા થઇ શકશે, નવરાત્રિ આયોજનની આશા જાગી

સોમવાર, 5 ઑક્ટોબર 2020 (12:11 IST)
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિનું આયોજન થશે કે નહી તેને લઇને લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ અંગે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર હજુ અસમંજસમાં છે. નવરાત્રિને લઇને પહેલાં કહેવામાં આવ્યું હતું કે મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ 200 લોકો સાથે ગરબા યોજાઈ શકે છે.
 
એક અઠવાડિયા પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી. ગ્રામ્ય કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપવી એ મુદ્દે સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ આવે અને તેમાં જે છૂટછાટ અપાય તેના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
 
પાટણમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે આશાસ્પદ સમાચાર આપ્યા કે અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ નવરાત્રિ (navratri) માં છૂટછાટ મળી શકે છે. જાહેર સ્થળો પર મોટાપાયે યોજાતા નવરાત્રિ કાર્યક્રમો પર રોક લગાવી હતી. પરંતુ અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ 200 લોકો એકઠા થઇ શકે તેવી શરતો સાથે નવરાત્રિ મામલે સરકાર વિચારણા કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર