ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના કકળાટનો ભરપુર ફાયદો ઉઠાવશે

ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (15:49 IST)
જસદણ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના અસંતુષ્ટ વિગત નેતાઓએ મોરચો ખોલતાં લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો બનશે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ઘોર પરાજય છતાં અને દેશભરમાં ભાજપ નબળો પડી રહ્યો હોવાથી ગુજરાતમાં કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ મોરચો માંડ્યો છે. આ નેતાઓ આગામી સમયમાં નવી દિલ્હી જઈને રાહુલ ગાંધી સમક્ષ પ્રદેશ નેતાગીરી સામેનો પોતાનો આક્રોશ અને અસંતોષ વ્યક્ત કરશે.
કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ આ બાબતમાં કેવું અને ક્યારે નિરાકરણ લાવી શકશે તેની સામે પણ મોટો પ્રશ્નાર્થ છે. આવી ઉભી થયેલી પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજકીય ફાયદો ઉઠાવશે એ નિશ્ચિત છે કારણકે હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થતાં અને કોંગ્રેસનું નવસર્જન થતા 
આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપના દિલ્હીના ટોચના નેતાઓ ચિંતીત છે. વિવિધ રાજ્યોમાં ભાજપ લોકસભાની કેટલી બેઠકો ગુમાવશે એવું અનુમાન અને ધારણા થઈ રહી છે જે પ્રમાણે ગુજરાતમાં પણ ૧૦થી ૧૨ બેઠકોનું નુકશાન થવાની ભીતિ દિલ્હી ભાજપ હાઈ કમાન્ડને છે પરંતુ લોકસભાની ચૂંટણીના પાંચથી છ મહિના પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ઉભો થતા અને સિનિયર નેતાઓનો જાહેરમાં અસંતોષ બહાર આવતા ભાજપના નેતાઓ ઉત્સાહમાં આવી ગયા છે.
ખાસ કરીને ગુજરાતના રાજકારણથી પરિચિત વડાપ્રધાન મોદી અને અમિત શાહ કોંગ્રેસની આંતરિક પર નજર રાખીને બેઠા છે. આગામી સમયમાં કોંગ્રેસમાં કેવી સ્થિતિ ઉભી થઈ રહી છે તેને આધારે ભાજપ પોતાની રણનીતિ કરશે બીજી બાજુ ભાજપના સૂત્રો જણાવે છે કે મોદી અને શાહની વર્ષો જૂની પદ્ધતિ જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને અને અમુક નેતાઓને ભાજપમાં લાવી દેવાશે જે રીતે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી લાવી સીધા મંત્રી બનાવી દેવાયા તે જ રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતાને પણ સત્તા અને આપીને તોડફોડની રાજનીતિ રમાશે એવું રાજકીય પંડિતો પણ કઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર