આ ફક્ત ફોટા નહી હકીકત છે....જોવા હોય તો તમારે પધારવુ પડશે ગુજરાતમાં...

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (15:02 IST)
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના રણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા હોવાનું પુરવાર થવા પામ્યું છે.  આ વર્ષે શિયાળો વધુ માત્રામાં વિદેશી પક્ષીઓને અનુકુળ હોવાના કારણે  રણકાંઠામાં જયા જાવ ત્યાં રળીયામણા સુંદર અને કિલકિલાટ કરતા વિદેશી પક્ષીઓના નજારા જોવા જાણવા મળી રહયા છે.  શિયાળાની ઠંડી ફુલગુલાબી શરૂ થતાની સાથે જ ધીરે-ધીરે વિદેશી પક્ષીઓ સુરેન્દ્રનગર શહેરના જીલ્લાના મહેમાનો બનવા લાગે છે. ગત વર્ષે અંદાજે 25 હજાર જેટલા પક્ષીઓનું ઉતરાણ રણકાંઠામાં થયેલ હતું. ત્યારે આ વર્ષે રણકાંઠામાં પાણી અને પક્ષીઓને જોઈતો ખોરાક મોટી માત્રામાં હોવાના કારણે આ વર્ષે તો  40000 જેટલાં પક્ષીઓ આ રણકાંઠામાં ઉતરી આવ્યા છે. 

પાણીમાં સતતને સતત રહેવાવાળા જે વિદેશી પક્ષીઓ છે તે પાણીમાં પાળા બાંધી ઉંડાણથી ઉંડામુકી બચ્ચાઓનો ઉછેર કરતા જોવા મળે છે.  અધિકારી એસ.એમ.અસોડા, ડીએફઓ ધ્રાંગધ્રા કચેરીએ પુછપરછ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા ખાસ આપવામાં આવેલ વિગતો અનુસારમાં આ વર્ષે ઉતરાયણ કર્યુ છે. અને 45 પ્રકારનો પક્ષીઓ છેલ્લા ચારથી છ માસ સુધી રણમાં જ વસવાટ કરતા હોવાનું ખાસ જણાવી રહયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર