કચ્છના 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, પાકિસ્તાની બોટમાં ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો હતો

શનિવાર, 25 ડિસેમ્બર 2021 (20:48 IST)
કચ્છના 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની બોટમાં કરાંચીના ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો સવાર હતો. હાજી હસનના દીકરા સાજીત વાઘેરે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. તેણે પૂછપરછમાં જણાવ્યું કે, આ પકડાયેલા ડ્રગ્સ મામલે પંજાબના ગેંગસ્ટરનું કનેક્શન છે. હવે ગેંગસ્ટરેને પ્રોડક્શન વોરંટ પર લઇને પોલીસ નવા ખુલાસા કરવાની તૈયારી કરી રહી છે.
 
કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત ATS  અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર