દહેજ ની યશસ્વી રસાયણના પ્લાન્ટમાં બ્લાસ્ટ 5 કામદારોના મૃત્યુ, 4 કામદારો ગંભીર રીતે દાઝ્યા
બુધવાર, 3 જૂન 2020 (19:31 IST)
દહેજ ની યશસ્વી રસાયણના SO2 પ્લાન્ટમાં બ્લાસ્ટનો મામલો
5 કામદારોના મૃત્યુ, 4 કામદારો ગંભીર રીતે દાઝ્યા
30થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
વિવિધ કંપનીના ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળ્યો
પ્લાન્ટમાં કૂલિંગની પ્રક્રિયા ચાલુ
આસપાસના 3 જેટલા ગામોને ખાલી કરાયા
ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં એક કેમિકલ ફેક્ટરીની ભઠ્ઠીમાં બુધવારે ભારે આગ ભભૂકી ઉઠતાં ઓછામાં ઓછા 5 કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં અને ડઝનેક કામદારો બળી ગયા હતા.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમડી મોદીયાએ કહ્યું હતું કે, બપોરે થયેલા એગ્રો કેમિકલ કંપનીના ભઠ્ઠીમાં થયેલા બ્લાસ્ટમાં 35 થી 40 જેટલા લોકો બળી ગયા. આ તમામ લોકોને ભરૂચની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. '' તેમણે ઉમેર્યું હતું કે આગ પર કાબૂ હજી બાકી છે.
મોડિયાએ જણાવ્યું હતું કે નજીકના લાઠી અને લુવારા ગામોને સાવચેતીના પગલા તરીકે ખાલી કરાવવામાં આવી રહ્યા છે કારણ કે ફેક્ટરી નજીક ઝેરી રાસાયણિક છોડ છે.