Cyclone Nisarga Live Updates: મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં નિસર્ગનું તાંડવ, વાવાઝોડા સાથે ભારે વરસાદ, ઝાડ નીચે પડી ગયા, છત ઉડી
વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોથી અથડાયું છે. માહિતી મુજબ અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મુંબઈમાં અલીબાગના દરિયા કાંઠે અથડાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતી તોફાન લગભગ 120 કિમીમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. ત્યારે હાલ મુંબઈના મોટાભાગે વિસ્તારોમાં પૂર્વ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ અને ગુજરાતમાં મોટાભાગે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નિસર્ગ વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ નુકસાન થયાના સમાચાર છે. ઘણી જગ્યાએ વૃક્ષો ઉખેડી ગયા છે અને કાચા મકાનોને ઘણું નુકસાન થયું છે. કેટલાક સ્થળોએ વાવાઝોડાને કારણે વીજળી ગુલ છે