ધ મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાત તરફથી આપવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "થિયેટરમાં જે ફિલ્મ લાગે છે, તે પહેલાં સેન્સર બોર્ડ પાસે જાય છે અને ત્યાર પછી જ તેને રિલીઝ કરવામાં આવે છે."
તેમનું કહેવું છે કે, "થિયેટર એક બિઝનેસ છે અને તેમને બિઝનેસ કરવાનો અધિકાર છે, જેથી તેમણે વિનંતી કરી છે કે આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને યોગ્ય સહકાર આપવામાં આવે."
પત્રમાં એવું પણ લખ્યું છે કે, "છેલ્લા 20 દિવસમાં મલ્ટિપ્લેક્સના માલિકોને સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, તેથી તેમને સુરક્ષા આપવામાં આવે. જો કોઈ ફિલ્મથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ભારત સરકાર પાસે કે પછી કોર્ટમાં જઈ શકે છે."
નોંધનીય છે કે, ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને વિવાદ થઈ રહ્યો છે. હિન્દુવાદી સંગઠનોને ફિલ્મ અભિનેત્રીએ પહેરેલાં કપડાંના રંગ સામે સામે વાંધો છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે.