બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે, મહ્ત્વનુ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 388.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 255.7 મિલીમીટર કરતાં 52% વધુ છે.