બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની જીતને હાઇકોર્ટમાં પડકારાઈ

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (14:20 IST)
ભાજપના સાંસદ પરબતભાઈ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠકથી વિજયી થયા બાદ તેમની જીતને પડકારતી પિટિશન હાઇકોર્ટમાં નિરુપમાબેન માધુએ કરી છે. માધુએ તેમની પિટિશનમાં દાવો કર્યો છે કે પરબતભાઈ પટેલ તથા અન્ય તમામ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ઉમેદવારીપત્રો ખામીવાળા છે. તેમજ પરબતભાઈ પટેલના ઉમેદવારી પત્રમાં તેમણે વધારાનું સોગંદનામું પણ નથી કર્યું. તમામ 32 ઉમેદવારોએ સંવિધાનના આર્ટીકલ 84 (એ)મુજબ ગુજરાતી ભાષામાં લીધેલ સોગંદ/પ્રતિજ્ઞા લાયકાત વિનાના,અધુરી વિગતો વાળા અને ખામીવાળા છે તેથી ગેરકાયદેસર અને નિયત નમુના વિરુદ્ધ છે. નિરુપમાબેને જે તે સમયે ચૂંટણી અધિકારી સમક્ષ મૌખિક તથા લેખિત બન્ને રીતે સખત વાંધો ઉઠાવ્યો હતો. તે ચૂંટણી અધિકારીએ તેમની વાંધા અરજી નામંજૂર કરેલી આથી આ અંગે દાદ માંગતી પિટિશન તેઓએ હાઇકોર્ટમાં કરી હતી. પિટિશનની વધુ સુનવણી 13 સપ્ટેમ્બરે હાથ ધરાશે. પરબતભાઈ પટેલ લોકસભા 2019માં કોંગ્રેસના પરથીભાઈ ભટોળ સામે 3.50 લાખથી વધુના માર્જિનથી જીત્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર