ત્યારે બનાવ અંગે પાલ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી સ્પા સંચાલક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાલ ગેલેક્સી રોડ વિસ્તારમાં આવેલા ભાગ્ય રત્ન શોપિંગ સેન્ટરમાં ચાલતા પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારીને સ્પા સંચાલક પિયુષ ગાંધી દ્વારા મારમાર્યા હોવાની ઘટના સામે આવી છે. આ જ પ્રકારની ઘટના થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતેથી સામે આવી હતી. પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારી પોતાનો બાકી પગાર સ્પા સંચાલક પિયુષ ગાંધી પાસે માંગવા ગઈ હતી, ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારી સ્પાના સંચાલક પાસે બે દિવસ પહેલા બાકી પગારના રૂપિયા માંગવા પહોંચી હતી.
આ દરમિયાન સ્પા સંચાલક સાથે તેની જીવાજોડી થઈ હતી અને મારામારી થઈ હતી. જેમાં સ્પા સંચાલકે મહિલાને સ્પા સેન્ટરની અંદર જ ઢોરમાર માર્યો હતો. ત્યારે સ્પા સંચાલક અને મહિલા કર્મચારી વચ્ચેની આ સમગ્ર બબાલનો વીડિયો મોબાઇલમાં કેદ થયો હતો અને તે સામે આવ્યો છે. બનાવને પગલે ભોગ બનનાર મહિલા કર્મચારીએ સ્પા સંચાલક પિયુષ ગાંધી સામે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ અને સામે આવેલા વીડિયોને આધારે સ્પા સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદને આધારે સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.