શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરાશે
કોરોનાને કારણે 2021માં વાઈબ્રન્ટ સમિટ યોજી શકાઈ નથી. હવે સરકારે 2022માં વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ મેપ બનાવવા માટે હાલ યુનિ.ઓના કુલપતિઓની નિમાયેલી કોર કમિટીને કામગીરી સોંપી દેવાઈ છે.કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરી દીધા બાદ હવે ગુજરાતમાં તેનો ત્વરીત અમલ કરવા માટે સરકારે આયોજનો શરૂ કરી દીધા છે અને જે અંતર્ગત કમિટીઓની રચના બાદ આગામી શૈક્ષણિક વર્ષથી કોર્ષ-પરિણામ પેટર્ન સહિતની કેટલીક મહત્વની બાબતોનો તમામ યુનિ.ઓમાં સમાનપણે અમલ કરવાની યોજના છે.