આંગડીયા લૂંટનો ખૂલ્યો ભેદ, ઘરના ભેદી લંકા ઢાહે કહેવત સાચી પડી, કરોડોનો મુદ્દામાલ જપ્ત

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (10:08 IST)
રાજકોટમાં સનસની મચાવનાર લૂંટનો ભેદ ઉકલવામાં આવ્યો હતો. પોલીસે લૂંટ મચાવનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગુનામાં દોઢ લાખ રોકડ અને 28 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કુલ ચાર આરોપીને આ ગુનામાં ઝડપી પાડ્યા છે..
 
રાજકોટમાં ગત 1 સપ્ટેમ્બરના દિવસે સાંજના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. પી.મગનલાલ આંગડીયા પેઢીના હીશાબના રૂપીયા ભરેલ થેલો લઇને જઈ રહ્યા હતા. તે સમયે જ આ લોટની ઘટના બની હતી ફરિયાદી શહેરના ભીચરીનાકા, ખત્રીવાડ, કેશવકુંજ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ફલેટના પગથીયા ચડતા હતા ત્યારે પહેલા માળે પહોંચતા ઉપરના માળેથી બે અજાણ્યા ઇસમો આવી ચડ્યા હતા. અને ભોગ બનનારને પિસ્ટલ જેવુ હથીયાર તથા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ૧૯,૫૬,૦૦૦/- ની લુંટ કરી નાસી છુટ્યા હતા.
 
આ ઘટના બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડીસીપી પી.આઈ પીએસઆઇ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. આ ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અને લુંટમાં ગયેલ મુદામાલ રીકવર કરવા અલગ-અલગ ટીમો બનાવી સોની બજાર તથા રાજકોટના મુખ્ય માર્ગો ઉપર લગાડવામાં આવેલ CCTV કેમેરાઓ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
 
પી.મગનલાલ આંગડીયા પેઢીમાં લૂંટ મચાવનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જોરૂભા ઉર્ફે જોરસંગ જીવાજી દરબાર, જશપાલસિહ કેશરીસિંહ ઝાલા, પ્રતાપજી ઉર્ફે કીરણ પ્રહલાદજી ઠાકોર, સંજયજી સોનાજી ઠાકોર નામના આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે આ ગુન્હામાં અન્ય બે આરોપી મનુજી ઉર્ફે મનોજ અજમલસિંહ ઠાકોર અને છત્રપાલસિંહ હર્ષદસિહ સોલકીના બે આરોપી હજુ ફરાર છે. 
 
પોલીસે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે કુલ છ જેટલા આરોપીઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો જેમાં આરોપી જોરૂભા કે જે સમૃધ્ધી ભવનમાં એસ.આર.આંગણીયા પેઢીમાં નોકરી કરે છે તેણે સામે આવેલ પી.મગનલાલ આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટે તેમના કૌટુંબિક ભાણેજ આરોપી જસપાલસિંહને વાત કરેલ અને આ લૂંટ કરવામાં વધારે માણસોની જરૂર હોય જેથી જસપાલસિંહએ તેના મિત્ર મનુજી તથા છત્રપાલ તથા પ્રતાપજી ઉર્ફે કિરણ તથા સંજયજી ઠાકોર ને લૂંટ કરવા અંગેની વાત કરેલ અને ત્યારબાદ આ લૂંટના બનાવના થોડા દિવસ પહેલા આરોપીઓએ રાજકોટ આવીને આ ફરીયાદીની આંગડીયા પેઢીથી તેના ઘર સુધીના રૂટની રેકી કરી હતી. 
 
પહેલા ચાર આરોપી પાસેથી પોલીસને ચાર આરોપી પાસેથી રોકડા રૂ. ૧,૫૦,૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોગ કરેલ વાહનો તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. ૫,૨૮,૦૦૦/- ના મુદામાલ કબ્જે કરીયા હતા. જોકે હજુ અન્ય ફરાર બે આરોપી ઝડપાસે ત્યારે તેની પાસેથી વધુ મુદ્દામાલ રિકવર થશે તેવી પણ પોલીસે શક્યતા દર્શાવી હતી.
 
રાજકોટમાં અવારનવાર લૂંટની ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે પોલીસે પણ મોટી આંગણીયા પેઢીના માલિકોને અપીલ કરી હતી કે જ્યારે મોટી રકમની હેરફેર થતી હોય ત્યારે પ્રાઇવેટ સિક્યુરિટી સહિતના સાધનો સાથે હેરફેર કરવી જોઈએ જેથી કરીને આવી લૂંટની ઘટનાઓ બનતી અટકાવી શકાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર