અમિત શાહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

બુધવાર, 9 ઑગસ્ટ 2017 (16:17 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો હાઈવોલ્ટેજ ડ્રામા ભજવાઈ ગયાં બાદ પરિણામો સ્પષ્ટ પણે જાહેર થયાં હતાં. જેમાં ભાજપને વધુ આંચકો લાગ્યો હતો. તો શંકરસિંહ વાઘેલાની સાથે બાગી નેતાઓ ગદ્દાર તરીકે લોકચર્ચાએ ચડ્યાં હતાં. હવે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અમિત શાહે સરખેજના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. તેઓ સૌ પ્રથમ વાર 1997માં ચૂંટણી લડ્યાં હતાં અને બે દાયકા સુધી ધારાસભ્ય પદે રહ્યાં. છેલ્લે તેઓ ગુજરાતના ગૃહપ્રધાન બન્યાં. ત્યારે એન્કાઉન્ટર કેસમાં તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો.

આખરે કેન્દ્રમાં ભાજપની સરકાર લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી તથા ગુજરાતમાં પણ ભાજપની સરકારને સત્તા સ્થાને રાખવામાં નરેન્દ્ર મોદીની સાથે તેઓ પણ છવાયેલા રહ્યાં. હવે જ્યારે તેઓ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયાં ત્યારે તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અમિત શાહે પોતાના ધારાસભ્ય તરીકેના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના છેલ્લા પ્રવચનમાં વિધાનસભાના સત્રમાં કહ્યું હતું કે કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં બધું સમજાઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર