પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે, હવે અમિત શાહ સોગઠા ગોઠવશે

શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:36 IST)
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સરકાર અને સંગઠન માટે કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આંતરિક ખેંચતાણને કારણે પ્રદેશના માળખાના નિર્ધારિત સમયમાં નિમણૂંકો થઇ શકી નથી. અમિત શાહની આ મુલાકાત બાદ પ્રદેશના માળખા માટે લીલીઝંડી મળી શકે છે. એટલું જ નહીં, પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે મૂકવો તે અંગે પણ સોગઠા ગોઠવાશે. શુક્રવારે મોડી રાત્રે દસેક વાગે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે.  ગુજરાત ભાજપ પ્રદેશ નેતાગીરીએ ડિસેમ્બરના મધ્ય સુધીમાં  પ્રદેશના  માળખાની રચના કરી દેવા જાહેરાત કરી હતી પણ હજુ સુધી ઠેકાણાં નથી. એટલું જ નહીં, જિલ્લા પ્રમુખોની યાદીને ય આખરી ઓપ આપી દેવાયો છે છતાંય નિમણૂંકો અટકી પડી છે. આંતરિક જૂથબંધીને લીધે માળખામાં નિમણૂંકો થઇ શકી નથી. સંગઠનમાં નિમણૂંકોમાં ય મારાં અને તારાને પગલે વિખવાદ એટલી હદે વકર્યો છેકે, બધુય અટકી પડયું છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે તે જોતાં પ્રદેશના સંગઠનને લઇને પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા થશે. એમ પણ માનવામાં આવી રહ્યુ છેકે, જિલ્લા પ્રમુખથી માંડીને પ્રદેશના માળખાની  રચનાને લઇને ચર્ચાાન અંતે લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે. પ્રદેશના માળખામાં આ વખતે આમૂલ ફેરફાર કરવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે. આ જોતાં કેટલાંય માથાઓના પત્તા કપાઇ જશે જયારે કેટલાંય નવા ચહેરાઓને પ્રદેશના સંગઠનંમાં સૃથાન મળે તેમ છે. આ ઉપરાંત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ કોના શિરે મૂકવો તે વિશે પણ રાજકીય મનોમંથન થશે.11મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં રાજ્ય ગૃહવિભાગના સાયબર ક્રાઇમના ડિટેક્શન એપ બનાવાઇ છે. આ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત જીટીયુના પદવીદાન સમારોહમાં ય ઉપસિૃથત રહેશે.  નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં ય ભાજપે વિવિધ સોસાયટીઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કર્યુ છે. આ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહીને કાર્યકરો સાથે મુલાકાત કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર