અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યુ છે જેમાં અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે. તમામ ભક્તોને ઓળખપત્ર દર્શાવ્યા બાદ જ ગરબા રમવા માટે પ્રવેશ મળશે. તો બીજી તરફ નવરાત્રિને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે રાસ-ગરબામાં રાત્રે 12 વાગ્યે માઈક સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.