ત્યારે એક્ઝામ દરમિયાન ક્લાસરૂમમાં ગેરરિતી અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. ત્યારે તેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. વિદ્યાર્થીની ક્લાસમાં કેવી હાલત હતી અને તે કેવી રીતે મોતને ભેટ્યો તે સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો. વિદ્યાર્થી બપોરે ત્રણ વાગ્યે પેપર હોવાથી સમયસર તે વર્ગખંડમા પહોંચી ગયો હતો. 3.34 મિનિટે તેને વોમિટ જેવુ લાગતાં તે ક્લાસટીચરની પરમિશન લઈને બહાર જાય છે. ત્યારબાદ તે અડધા કલાક પછી પાછો આવે છે.
15.56 મિનિટે તે વર્ગખંડમાં પોતાની બેન્ચ પર આવીને બેસે છે. તેના બાદ પણ તેને અકળામણ થયા કરે છે, જેથી તે બેન્ચ પર માથુ નાંખીને સૂઈ જાય છે. લગભગ અડધો કલાક સૂઈ ગયા બાદ મહિલા સુપરવાઈઝર તેને ઉઠાડે છે. અમન ઉભો થઈને પ્રિન્સીપાલની ઓફિસમાં જાય છે. આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઈએ 4.38 કલાકે 108ને ફોન કર્યો અને 4.45એ 108 એમ્બ્યુલન્સ પરીક્ષા કેન્દ્ર પર આવી જાય છે. 4.45 મિનિટે તે જાતે ચાલીને એમ્બ્યુલન્સમાં જાય છે, ત્યાં તેની તપાસ કરવામા આવે છે. અહીંથી તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાય છે. જ્યાં સારવાર દરમિયાન જ તે દમ તોડી છે.
પરિવાર દ્વારા મળતી માહિતી અનુસાર, અમનને એક કિડની હતી. તે એક જ કિડની પર જીવતો હતો. જોકે, તેને કોઈ શારીરિક તકલીફ ન હતી. એક કિડની હોવા છતા તે સ્વસ્થ હતો.